Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

યુએઇ જાસુસીના આરોપી બ્રિટીશ વિદ્યાર્થીની સજા માફ : છોડી મુકવામાં આવ્યો

સંયુકત અરબ અમીરાત(યુએઇ) ના રાષ્ટ્રપતિ ખલિફા બિન જાયદ અલ-નહયાન એ જાસુસીના આરોપમાં જન્મટીપ સજા ભોગવી રહેલા બ્રિટીશ વિદ્યાર્થી મેથ્યુ હેજેસની સજા માફી કરી તેને છોડી મૂકવામાં આવ્યો. યુએઇના જણાવ્યા પ્રમાણે  હેજેસને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ રહસ્યોને ચોરવાનો આરોપ છે પરંતુ બ્રિટન અને યુએઇના સંબંધો જોતા એમને છોડી મુકવાનો નિર્ણય કરવામાં આવેલ.

(12:08 am IST)