Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

ઇરાકમાં ભારે વરસાદના કારણે 21ના મોત

નવી દિલ્હી : ઇરાકમાં ભારે વરસાદના કારણે આવેલ પુરમાં ઓછામાં ઓછા બે દિવસમાં 21 લોકો મોતને ભેટ્યા છે ઇરાકના સ્વાસ્થ્ય મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્ર દ્વારા આ જાણકારી મળી રહી છે.ઇરાકના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા સૈફ અલ બદ્રએ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે મૃતક લોકોમાં મહિલા અને બાળકોનો સમાવેશ થઇ રહ્યો છે તેમજ ઓછમાં ઓછા 180 લોકોને ઇજા પહોંચી છે.

 

(6:17 pm IST)