Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

શરદીની દવાનું આ ભાઇને વ્યસન છે, દસ વર્ષમાં ૩૦,૦૦૦ ગોળીઓ ગળી ગયો છે

બીજીંગ તા.૨૬: ચીનના ચેન્ગશા શહેરમાં રહેતા વેન્ગ અટક ધરાવતા ૪૮ વર્ષના ભાઇનો એક વિડિયો વાઇરલ થયો છે. જેમાં ભાઇ જણાવે છે કે દસ વર્ષ પહેલાં તેણે એક ચોક્કસ બ્રેન્ડની શરદીની દવા લીધી હતી. એ વખતે શરદીને કારણે તેમને બહુ માથું દુખી રહ્યું હતું. આ દવા એટલી અસરકારક હતી કે તરત જ તેને રિલીફ લાગવા લાગી. એટલે જયારે પણ તેને થોડીક તકલીફ ફીલ થયા કે તરત જ તે આ ગોળી ફાકી લેતો. સમય જતાં તેને રોજ વધારે ગોળીઓ લેવાની જરૂર પડવા લાગી. એટલે સુધી કે તેને રોજની આઠથી બાર ગોળીઓ લેવાની જરૂર પડતી. જો ત્રણ-ચાર કલાક થઇ જાય તો તરત જ તેને માથું દુંખવું, શરીર કળવું અને અનઇઝીનેસ લાગવા લાગતી. તેના પરિવારજનો તેને ડોકટરને બતાવવાનું કહેતા, પણ વેન્ગ માનતો નહીંં. થોડાક સમય પહેલાં ટાઇમસર ગોળીઓન મળવાને કારણે તે ચીડિયો થવા લાગ્યો અને ભયંકર માથું ફાટવાનાં લક્ષણો દેખાવંા લાગ્યા ત્યારે તે હુનાન પ્રાંતની સેકન્ડ પીપલ્સ હોસ્પિટલમાં દેખાડવા ગયો. તે જે બ્રેન્ડની ગોળી લેતોં હતો એમાં ખુબ મોટી માત્રામાં કેફીન હતું. દસ વર્ષ સુધી શરીરમાં આ ગોળીઓ દ્વારા મોટી માત્રામાં કેફીન જતું હોવાથી તેને એનું વ્યસન થઇ ગયું હતું. તેન જો એ દવાની ગોળીઓ ન મળે તો તેને નિકોટીન કે આલ્કોહોલના વ્યસન જેવી જ અસર મગજ પર થતી હતી. આખરે ડોકટરે વેન્ગને એન્ટિ-ડ્રિપેસન્ટ દવાઓ આપીને શરદીની દવાનું વ્યસન છોડાવવાનું શરૂ કર્યુંં છે.

(11:42 am IST)