Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

રશિયાની કાર્યવાહી બાદ યુક્રેનની સંસદમાં માર્શલ લો પર મતદાન

યુક્રેનનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોએ આ કાર્યવાહીને 'ચસકી ગયેલું' ઠેરવ્યું: 'વૉર કૅબિનેટ'ની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી

રશિયાએ ક્રિમિયા દ્વીપ પાસે યુક્રેન નૌકાદળના ત્રણ જહાજ પર હુમલો કરીને તેની ઉપર કબજો કરી લીધો છે.આ ઘટનાને કારણે રશિયા તથા યુક્રેની વચ્ચે તણાવ વધી ગયો છે અને બંને પ્રવર્તમાન સ્થિતિ માટે એકબીજાને જવાબદાર ઠેરવી રહ્યા છે.

 રશિયાનું કહેવું છે કે આઝોવ સાગરમાં યુક્રેનના જહાજ ગેરકાયદેસર રીતે તેના જળવિસ્તારમાં પ્રવેશ્યા હતા. આને પગલે રશિયાએ કર્ચમાં સાંકળા જળમાર્ગના પુલ નીચે ટૅન્કર ઊભું રાખીને આઝોવ સાગર તરફની જહાજી અવરજવર અટકાવી દીધી હતી.

  આઝોવ સાગર જમીન વિસ્તારથી ઘેરાયેલો છે. સાંકળો જળમાર્ગ તેને કાળા સાગર સાથે જોડે છે.આઝોવ સાગરની જળસીમા રશિયા તથા યુક્રેનની વચ્ચે વહેંચાયેલી છે.

 

 યુક્રેનનના રાષ્ટ્રપતિ પેટ્રો પોરોશેંકોએ નેશનલ સિક્યુરિટી ઍન્ડ ડિફેન્સ કાઉન્સિલની બેઠક કરીને આ કાર્યવાહીને 'ચસકી ગયેલું' ઠેરવ્યું હતું.

યુક્રેન દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદન પ્રમાણે, રશિયાના વિશેષ દળોએ તેના બે નૌકાજહાજો તથા એક ટગ બૉટનો પીછો પકડીને તેને કબજે લીધા હતા.નિવેદન પ્રમાણે, આ ઘટનાક્રમમાં યુક્રેન નૌકાદળના છ ક્રૂ મૅમ્બર્સને ઈજા પહોંચી છે.

યુક્રેનના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ આપેલી માહિતી પ્રમાણે, આ સંબંધે 'વૉર કૅબિનેટ'ની મહત્ત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. આ ઘટના બાદ યુક્રેનમાં 'માર્શલ લો' લાગુ કરવાની તૈયારી થઈ રહી છે. આજે યુક્રેનની સંસદમાં પ્રસ્તાવ પર વિચારણા થશે.

(11:39 am IST)