Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

ઓએમજી...... આ શખ્સના પેટમાં પોતાની જાતે બની જાય છે શરાબ: વિશેષજ્ઞોનો દાવો

નવી દિલ્હી: અમેરિકામાં શરાબને લઈને એક ખુબજ અજબોગરીબ ઘટના સામે આવી છે અહીંયા પોલીસે એક એવા શખ્સની ધરપકડ કરી છે જેના પેટમાં શરાબ બને છે આ વાત સાંભળીને સહુ કોઈને અચરજ થયા કરે તેવી આ ઘટના છે આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

                  આ વાતને લઈને વિશેષજ્ઞોએ દાવો કર્યો છે કે આટો બ્રુઅરી સિંડ્રોમથી પીડિત આ શખ્સના પેટમાં આપોઆપ શરાબ બની જાય છે.આ બીમારીના કારણે આ શખ્સનું પેટ ફંગલ યીસ્ટ કાર્બોહાઇડ્રેટને આલ્કોહોલમાં બદલી લેતું હોવાના કારણે આ બધી વસ્તુ બની જતી હોવાનું જાણવામાં આવી રહ્યું છે છેલ્લા 30 વર્ષમાં આ પ્રકારના પાંચ કેસ સામે આવ્યા હોવાનું વિશેષજ્ઞોનું કહેવું છે.

(6:03 pm IST)