Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

તૈયાર થઇ રહ્યું છે આખા ન્યુયોર્કનું વિહંગાવલોકન કરી શકાય એવું ૧૦૦ માળ ઉંચુ કાચનું ઓબ્ઝર્વેશન ડેક

અમેરિકાના ન્યુ યોક શહેરના હડસન યાડ્સમાં એક બહુમાળી ઇમારત પર આઉટડોર ઓંબ્ઝર્વેશન ડેક બની રહ્યું છે. ચીન અને યુરોપમાં આ પ્રકારનાં ઊંચાં અને કાચના ધ્રિલિંગ બ્રિજ અને ઓબ્ઝર્વેશન ડેક છે, પરંતુ વેસ્ટર્ન હેિમિસ્ફ્યરનું આ સૌથી ઊંચું ડેક હશે. હજી એ લોકોને જોવા માટે ખૂલ્લું નથી મુકાયું, પણ એનું મોટા ભાગનું કામ પૂરું થઈ ગયું છે ત્યારે એની ખાસિયતો જાહેર કરવામાં આવી છે. એજ નામનો આ ડેક એમ્પાયર સ્ટેટ  બિલ્ડિંગના ૧૦૦માં માળે એટલે કે લગભગ ૧૧૩૧ ફુટ ઊંચે છે. હડસન યાર્ડ્સ કોમ્પ્લેકસમાં ઓફિસો, શોપિંગ મોલ્સ, સ્કૂલ, કલ્ચર સેન્ટર અને એવાં બીજાં દ્યણાં અદ્રંકશન્સ પણ છે. આ બધાની ટોચ પર લગભગ ૭૫૦૦ સ્કવેર ફૂટનું ડેક છે જયાં કેટલોક ભાગ બિલ્ડિંગની ઉપરથી બહારનીકળ્યો છે અને નીચે માત્ર અને માત્ર ટ્રાન્સપરન્ટ કાચનું તળિયું છે. આ ડેક પર જઈને ન્યુ યોર્ક શહેરનું પંખીની નજરે અવલોકન કરી શકાય એમ છે. આ ડેકની ઉપર પણ એક સ્ટ્રકચર છે જયાં ૧૦,૦૦૦ સ્કવેર ફુટનો બાર કમ રેસ્ટોરાં છે. અહીં ચડવા માટે હવામાં લટકતા કાચના પગથિયાં છે. આ અનુભવ લેવા માટે એડલ્ટ્સ માટે ૨૫૦૦થી ૨૭૦૦ રૂપિયા અને બાળકો માટે ૨૦૦૦થી ૨૫૦૦ રૂપિયાની ટિકિટ ફી હશે. આવતા વર્ષે માર્ચ મહિનામાં આ ડેક પબ્લિક માટે ખૂલ્લું મૂકવામાં આવશે.

(11:28 am IST)