Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

અઝરબૈઝાનમાં ઓઇલ ડેપોમાં ભયંકર વિસ્ફોટ થતા 20 શર્ણાર્થીઓના મૃત્યુના સમાચાર:300થી વધુ લોકો ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: અઝરબૈઝાનમાં આજે ઓઈલ ડેપોમાં થયેલા ભયંકર વિસ્ફોટ (Fuel depot blast in Azerbaijan)માં 20 લોકોના મોત થયાના અહેવાલો મળ્યા છે. નાગોર્નો-કારાબાખ (Nagorno-Karabakh) વિસ્તારમાં બનેલી ઘટનામાં અસંખ્ય લોકો પણ ઈજાગ્રસ્ત થયા છે. મીડિયા અહેલાલો મુજબ લગભગ 300થી વધુ ઈજાગ્રસ્ત થયા છે. હાલ પોલીસનો કાફલો અને ઘણી એમ્બ્યુલન્સો ઘટના સ્થળે પહોંચી છે અને ઈજાગ્રસ્તોને તુરંત નજીકની હોસ્પિટલમાં લઈ જઈ રહી છે. હાલ વિસ્ફોટ કયા કારણે થયો તે સામે આવ્યું નથી. અહેવાલો મુજબ આ વિસ્ફોટ નાગોર્નો કારાબાગના સ્ટેપાનાકેર્ટ શહેરમાં બની છે. સ્થાનિક વહિવટીતંત્રએ જણાવ્યું કે, હાલ 13 લોકોના મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે સારવાર દરમિયાન 7 લોકોના મોત નિપજ્યા છે. હાલ મૃતદેહોની ઓળખ કરવામાં આવી રહી છે. આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પેશિનયાને આક્ષેપ કર્યો છે કે, આ વિસ્તારમાં જાતીય નરસંહાર કરવામાં આવી રહ્યો છે. બીજીતરફ અઝરબૈઝાને કહ્યું કે, તેઓ પરંપરાગત રીતે આર્મેનિયન્સને તેમનામાં સામેલ કરવા માંગે છે અને તમામને સમાન માને છે... ઉલ્લેખનિય છે કે, નાગોર્નો કારાબાગ એક પહાડી વિસ્તાર છે, જેને આંતરરાષ્ટ્રીય સ્તરે અઝરબૈઝાનનો વિસ્તાર માનવામાં આવે છે, જોકે આ વિસ્તાર પર છેલ્લા ત્રણ દાયકાથી વિવાદ જોવા મળી રહ્યો છે અને આર્મેનિયાઈ લોકો દ્વારા કબજો કરવામાં આવે છે. આ મામલે રશિયા (Russia)એ પણ આર્મેનિયાને સમર્થન આપ્યું છે. ગત અઠવાડિયે અઝરબૈઝાનની સેનાએ આ વિસ્તારમાં ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 200થી વધુ આર્મેનિયાઈ નાગરિકોના મોત થયા હતા. હવે નાગોર્નો કારાબાખ વિસ્તારમાંથી આર્મેનિયાઈ નાગરિકોએ પલાયન કરવાનું શરૂ કરી દીધું છે... આ જ કારણે પલાયન વચ્ચે, ઓઈલ ડેપોમાં વિસ્ફોટથી લોકોના મોતની ઘટનાને આર્મેનિયા જાતીય નરસંહાર કહી રહી છે.

 

(6:53 pm IST)