Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

183એકરમાં ફેલાયેલ છે આ મંદિર:આ છે તેની ખાસ વીશેષતા

નવી દિલ્હી: ભારતની બહાર નિર્મિત દુનિયાના સૌથી મોટા આ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન 8 ઓક્ટોબરના રોજ ન્યુ જર્સીમાં થવાનું છે. ન્યુયોર્કના ટાઈમ્સ સ્ક્વેરથી લગભગ 90 કિમી દક્ષિણમાં અથવા તો વોશિંગ્ટન ડીસીથી લગભગ 289 કિમી દુર ઉત્તરમાં ન્યુ જર્સીના રોબીન્સવિલે ટાઉનશીપમાં BAPS સ્વામીનારાયણ અક્ષરધામ મંદિર 12,500 થી વધુ સ્વયંસેવકો દ્વારા બનાવવામાં આવ્યું છે. આ મંદિરને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ અનુસાર ડીઝાઇન કરવામાં આવ્યું છે. જેમાં 10 હજાર મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. આ ઉપરાંત ભારતીય સંગીત વાદ્ય અને નૃત્યકલાની નકશીકામ, આ મંદિરમાં પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ડીઝાઇન શામેલ છે. આ મંદિર લગભગ કમ્બોડિયાના અંગકોરવાટ બાદનું સૌથી મોટું મંદિર છે. 12મી સદીનું અંગકોરવાટ મંદિર પરિસર દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર છે. જે 500 એકરમાં ફેલાયેલું છે. તેમજ હવે આ મંદિર યુનેસ્કોની વિશ્વ ધરોહર છે. દિલ્હીમાં નવેમ્બર 2005 માં અક્ષરમંદિર લોકો માટે ખુલ્લું મુકાયું હતું, જે 100 એકરમાં ફેલાયેલું છે.    અક્ષરધામ હિન્દુ મંદિરને વાસ્તુકલા ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવ્યું છે. આ અદ્વિતીય માંનીરની ડીઝાઇનમાં એક મુખ્ય મંદિર, 12 ઉપ મંદિર, 9 શિખર અને 9 પીરામીડ શિખરનો સમાવેશ થાય છે. અક્ષરધામ પારંપરિક પત્થર વાસ્તુકલાનો આ અત્યાર સુધીનો સૌથી મોટો અંડાકાર ગુંબજ છે.

 

(6:52 pm IST)