Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2023

કેનેડાના એમ્યુઝમેન્ટ પાર્કમાં અધવચ્ચે રાઈડ અટકી પડતા 30 મિનિટ સુધી લોકો ફસાયા હોવાની માહિતી

નવી દિલ્હી: દુનિયાભરમાં ઘણા લોકો મોટી રાઈડનો આનંદ માણવાનું પસંદ કરે છે, પરંતુ કેટલીકવાર આ મજા કેટલાક લોકો માટે ખૂબ જ ડરામણી સાબિત થાય છે. સોશિયલ મીડિયા પર આવો જ એક કિસ્સો લોકોને ચોંકાવી રહ્યો છે. એક રિપોર્ટ અનુસાર, કેનેડામાં એક એમ્યુઝમેન્ટ પાર્કમાં પ્રવાસીઓ તેમની રાઈડમાં ખામી સર્જાતા લગભગ 30 મિનિટ સુધી ઊંધા અટકી ગયા હતા. આ ઘટના શનિવારે રાત્રે 10.40 વાગ્યે વોનના વન્ડરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્ક ખાતે બની હતી. મળતી માહિતી પ્રમાણે, વન્ડરલેન્ડ એમ્યુઝમેન્ટ પાર્કે જણાવ્યું હતું કે, લમ્બરજેક રાઈડને 11:05 વાગ્યા સુધીમાં અટકાવી દેવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે, આ રાઇડમાં બેસેલા લોકોમાંથી 2 લોકોને હાર્ટમાં દુખવાની સમસ્યા થઇ હતી. ફર્સ્ટ એઇડ સ્ટાફ દ્વારા લોકોની સંભાળ લેવામાં આવી હતી તેમજ રવિવારે રાઈડ બંધ રહી હતી

(6:52 pm IST)