Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

થાઈલેન્ડમાં આવેલ આ મંદિર લાકડાનું હોવા છતાં નથી લગાવવામાં આવી એક પણ ખીલી

નવી દિલ્હી: સેન્ચુરી ઓફ ટ્રુથ થાઇલેન્ડના પટાયામાં એક ધાર્મિક સ્થળ છે. બૌદ્ધ અને હિંદુ પરંપરાઓની મૂર્તિઓથી સજેલું આ મંદિર સંપૂર્ણ રીતે લાકડાથી બનેલું છે. તેમાં દ્રવિડ, ચાઇના, સોમ દ્વારવતી, શ્રીવિજયન અને થાઈ કળાઓનું મિશ્રણ જોવા મળે છે. આ બૌદ્ધ મંદિરની મુખ્ય શૈલી થાઈ વાસ્તુ કળા ઉપર આધારિત છે. તેમાં ખાસ કરીને બૌદ્ધ અને હિંદુ દેવતાઓની હાથથી બનેલી લાકડાની મૂર્તિઓ જોવા મળે છે. તેને બનાવવાનો હેતુ પ્રાચીન કળા અને સંસ્કૃતિથી લોકોને ઓળખ કરાવવાનો હતો. આ પરિસરમાં આવતાં લોકોને પ્રાચીન જીવન, મૂળ વિચાર, જીવન ચક્ર અને વ્યક્તિની જવાબદારીઓની જાણ થઇ જશે. કોઇ જૂના મંદિર જેવો દેખાવ ધરાવતાં આ સ્થળનું નિર્માણ 1981 માં થાઈ વ્યવસાયી લેક વિરીફાનેટે કરાવ્યું હતું, જે 2025 સુધી પૂર્ણ થવાની આશા છે. આ મંદિરની ઊંચાઈ 105 મીટર છે. પ્રકાશ માટે આ મંદિર સંપૂર્ણ રીતે કુદરતી પ્રકાશ ઉપર ટકેલું છે. મંદિરની ચારેય દિશાઓમાં મોટા-મોટા દરવાજા બનાવવામાં આવ્યાં છે, જેનાથી સૂરજનો પ્રકાશ અંદર આવી શકે. મંદિરની અંદર કૃત્રિમ પ્રકાશની વ્યવસ્થા ન હોવાના કારણે સાંજે અંદર થોડું અંધારુ રહે છે જે લોકોને સુકૂન આપે છે. સાંજે દરિયાના મોજાના અવાજ સાથે સૂર્યાસ્તને અહીંથી જોવાથી ખુબ જ સુંદર દેખાય છે. મંદિરમાં વિશેષ અવસરો ઉપર વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

(6:03 pm IST)
  • ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંઘનો આજે જન્મદિવસ : 26 સપ્ટે.1932 ના રોજ પંજાબમાં જન્મ થયો હતો : 2004 થી 2014 ની સાલ દરમિયાન દેશના વડાપ્રધાન તરીકે ફરજ બજાવી હતી : ચોમેરથી શુભ કામનાઓનો વરસી રહેલો ધોધ access_time 12:09 pm IST

  • " સપનોકા સૌદાગર " : કોંગ્રેસ આગેવાન દિગ્વિજય સિંહે શ્રી નરેન્દ્ર મોદીને આપી ઉપમા : લોકોનું ધ્યાન ડાઇવર્ટ કરવા બધું અગાઉથી નક્કી જ હોય છે : કોરોનાનો કહેર વધ્યો તો સુશાંત સુશાંત : ચીને જવાનોને માર્યા તો રિયા રિયા : જીડીપી 23 ટકા તો કંગના કંગના : કિસાનો સડક ઉપર તો દીપિકા દીપિકા : એટલે જ તો " સપનોકા સૌદાગર " access_time 12:20 pm IST

  • દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને અશ્લીલ ગીત ગાઈ રહેલા બતાવતો " ફેક " વિડિઓ વાઇરલ : 12 ફેબ્રુઆરીના રોજ દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટી વિજેતા થતા અશ્લીલ ગીત ગાતા બતાવ્યા : દિલ્હી કોર્ટમાં દાવો દાખલ : મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે પશ્ચિમ વિહાર પોલીસને એફ.આઈ .આર.દાખલ કરી રિપોર્ટ આપવાનો આદેશ કર્યો access_time 7:45 pm IST