Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

સંરક્ષણ ક્ષેત્રે ઇઝરાયલ-ભારત સાથે મળીને કરી શકે છે હાઈટેક હથિયારોનું ઉત્પાદન

નવી દિલ્હી: સંરક્ષણ ક્ષેત્રે ભારત અને ઈઝરાયેલ પોતાની ભાગીદારીને વધારે મજબૂત કરવાના રસ્તે જઈ રહ્યા છે.બંને દેશોએ સાથે મળીને હાઈટેક હથિયારોના ઉત્પાદન માટેની યોજના બનાવી છે. ભારત અને ઈઝરાયેલે આ યોજનાને અંજામ આપવા માટે બંને દેશના અધિકારીઓનુ એક ગ્રૂપ પણ બનાવ્યુ છે.આ ગ્રૂપનુ મુખ્ય કામ ટેકનોલોજી ટ્રાન્સફર, હથિયારોનુ સંયુક્ત ડેવલપમેન્ટ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનુ સંશોધન તેમજ હથિયારોની ત્રીજા દેશને ભેગા થઈને એક્સપોર્ટ કરવાનુ રહેશે.

                  ઉલ્લેખનીય છે કે, ઈઝરાયેલ ભારતને હથિયાર સપ્લાય કરનારા દેશોની યાદીમાં ચોથા ક્રમ છે.ભારતને ઈઝરાયેલ દર વર્ષે એક અબજ ડોલરના હથિયારો વેચે છે.એક ભારતીય અધિકારીનુ કહેવુ છે કે હવે જ્યારે ભારતનુ ડિફેન્સ સેક્ટર પણ મજબૂત થઈ રહ્યુ છે ત્યારે બંને દેશો વચ્ચે ઉત્પાદનમાં પણ ભાગીદારી વધારવામાં આવે તે જરુરી છે.ઈઝરાયેલ મિસાઈલ, સેન્સર, સાયબર સિક્યુરિટી સહિતની ડિફેન્સ સિસ્ટમમાં દુનિયામાં આગળ પડતો દેશ છે.

(6:00 pm IST)
  • ચીનની હુઆવે રિસર્ચ લેબોરેટરીમાં ભીષણ આગ : લેબોરેટરી બિલ્ડિંગમાંથી નીકળતા ધુમાડાના ગોટાઓ આકાશને આંબ્યાં : અનેક ફાયર બ્રિગેડ આગ બુઝાવવાની કામગીરીમાં : 3 મોત : આગના કારણ અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ નથી access_time 1:08 pm IST

  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે આજે નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધુ :કુલ કેસનો આંક 59 લાખને પાર પહોંચ્યો : રાત્રે 12-30 વાગ્યા સુધીમાં દેશમાં 85,465 નવા કેસ નોંધાયા : કુલ કેસની સંખ્યા 59,01.571 થઇ : 9,61,159 એક્ટીવ કેસ : વધુ 93,166 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 48,46,168 રિકવર થયા : વધુ 1093 લોકોના મોત સાથે મૃત્યુઆંક 93,410 થયો access_time 12:51 am IST

  • રામોજી ગ્રુપના અધ્યક્ષ રામોજી રાવે એસપી બાલાસુબ્રમણ્યમના નિધન પર શોક વ્યક્ત કર્યો: રામોજી રાવે કહ્યું, 'હું નિરાશ છું કે બાલાસુબ્રમણ્યમ હવે નથી. તે મારા નિકટના મિત્ર હતા. એક પ્રખ્યાત ગાયક જ નહીં, તે મારા ભાઈ જેવા હતા. તે મને પ્રેમથી ગળે લગાવતા હતા access_time 1:05 pm IST