Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સોમાલિયાઇ સેનાની મોટી કાર્યવાહી: અલ શબાબના 30 આતંકવાદીઓને ઠાર

નવી દિલ્હી: સોમાલિયાઇ સેનાએ મોટી કાર્યવાહી કરતા દેશના લોઅર શાબેલ વિસ્તારમાં અલ શબાબના આતંકવાદીઓ વિરુદ્ધ એક અભિયાનમાં 30 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતાર્યા છે. સૈન્ય કમાંડર હસન અદન હશીએ ગુરુવારના રોજ આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે બુધવારના રોજ લોવર શાબેલમાં અલ સાલીની અનર ધનાને ગામો વચ્ચે આતંકવાદીનાં જગ્યાને નિશાન બનાવીને અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

                      અભિયાન દરમ્યાન 30 આતંકવાદીઓને મોતનેઘાટ ઉતારવામાં આવ્યા છે તેમજ અન્ય 40 આતંકવાદીઓને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે સેનાના ત્રણ યુદ્ધક વાહન પણ જપ્ત કરવામાં આવ્યા છે તેમજ અન્ય આતંકવાદીઓની પણ ધરપકડ કરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે.

(6:37 pm IST)