Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પૂર્વી ઇંડોનેશિયામાં 6.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: પૂર્વી ઈંડોનેશિયાના માલુક દ્વીપમાં બુધવારના રોજ 6.5ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે અમેરિકાના ભૂકંપ વૈજ્ઞાનિકોએ આપેલ માહિતી મુજબ વાતની જાણ થઇ રહી છે અહીંયા ભૂકંપના ઝટકા પછી કોઈ પણ પ્રકારની સુનામીની ચેતવણી આપવામાં આવી નથી. અમેરિકી ભૂગર્ભીય સર્વેક્ષણ મુજબ સ્થાનિક સમયાનુસાર સવારના આંઠ વાગ્યાને 46 મિનિટની આસપાસ માલુકુ પ્રાંતના એમ્બોનથી 37 કિલોમીટર દૂર 29 કિલોમીટરની ઊંડાઈમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

                 ભૂકંપના જટકાના કારણોસર કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર મળી રહ્યા નથી દ્વીપ સમૂહ પર પહેલા પણ  પ્રકારના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે.

(6:37 pm IST)