Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

પ૪ ફુટ દૂર રોટલી ફેંકવાનો રેકોર્ડ

ન્યુયોર્ક તા. ર૬: અમેરિકાના ઇડાહોમાં રહેતા ડેવિડ રશને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સ તોડવાનું વળગણ થઇ ગયું છે. અત્યાર સુધીમાં તેણે ૧૦૦થી વધુ રેકોર્ડ બનાવ્યા છે. કેટલાક વિક્રમો સાહસિક છે તો કેટલાક જસ્ટ ગતકડાં સમાન છે. જોકે નવાઇની વાત એ છે કે તે ગતકડાં લાગે એવાં કારનામાંમાં પણ અવ્વલ આવે છે. તાજેતરમાં કેનેડાના ટોરોન્ટોમાં યોજાયેલી એક ઇવેન્ટમાં ડેવિડે સૌથી દૂર ટોર્ટિલા ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો ટોર્ટિલા એ મકાઇની કડક રોટલી જેવું હોય છે જેને ડિસ્કની જેમ વાપરવાની હોય છે. આ ઇવેન્ટમાં લોકોને ઓપન ચેલેન્જ આપવામાં આવેલી અને મકાઇની રોટલીને ડિસ્કની જેમ બને એટલી દૂર ફેંકવાની હતી. આ ઇવેન્ટમાં બે સાયન્ટિસ્ટોએ પણ ભાગ લીધેલો જેમણે રોટલીને લગભગ ૩૦ ફુટ દુર સુધી થ્રો કરેલી. જોકે ડેવિડનો વારો આવ્યો ત્યારે તેણે પ૪ ફુટ અને પાંચ ઇંચ દૂર સુધી થ્રો કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધો.

(11:29 am IST)