Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

કિચનમાં ટિંગાડેલું આ પેઇન્ટિંગ ૧૩મી સદીનું નીકળ્યું જેની કિંમત લગભગ ૪૭ કરોડ રૂપિયાની છે

લંડન તા. ર૬: એમ જ ઘરમાં ટાંગેલી વસ્તુ કરોડોની કિંમત ધરાવતી હોઇ શકે એવો કદાચ આપણને વિચાર પણ ન આવે. જોકે એક ફ્રેન્ચ મહિલા એ બાબતે નસીબદાર નીકળી છે. ફ્રાન્સના કોમ્પેનિયન ટાઉનમાં રહેતી એક મહિલાના કિચનમાં એક પેઇન્ટિંગ લટકેલું હતું. અનેક વર્ષોથી આ ચિત્રને કોઇ ધાર્મિક પ્રતીક સમજીને કિચનમાં લટકાવવામાં આવેલું. ઘરનું રિનોવેશન કરવા માટે તેણે આ ચિત્રને કાઢી નાખવાનું વિચાર્યું અને એ વખતે તેને થયું કે પેઇન્ટિંગ છે તો કોઇ એકસપર્ટને બતાવેલું સારૃં. એકસપર્ટે પણ ઘણી મહેનત કરીને કહ્યું કે આ તો રેર પેઇન્ટિંગ છે. ઇટાલિયન પેઇન્ટર ચિમાબુએ જે ૧૩મી સદીમાં થઇ ગયા એનું પેઇન્ટિંગ છે. ચિમાબુએ ૧ર૪૦ની સાલમાં ઇટલીમાં જન્મેલા. તેમના પેઇન્ટિંગ્સની ઘણી સિરીઝ ચિત્રકારોના ફેમસ કલેકશન્સ અને મ્યુઝિયમ્સમાં જોવા મળે છે. હવે આ પેઇન્ટિંગનું આવતીકાલે ફ્રાન્સમાં જ ઓકશન થવાનું છે અને નિષ્ણાતોએ એની બેઝ પ્રાઇસ ૬ મિલ્યન યુરો એટલે કે લગભગ ૪૭ કરોડ રૂપિયા જેટલી આંકી છે.

(11:29 am IST)