Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આ સ્ટંટમેને કર્યું દિલધડક કામ

નવી દિલ્હી :ઓસ્ટ્રિયાના ગુન્ટેર નામના એક સ્ટન્ટમેને તાજેતરમાં અત્યંત દિલધડક સ્ટન્ટ કર્યો છે, જેનો વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે. ગુન્ટેર પ્રોફેશનલ સ્ક્રાયડાઈવર છે. તેમણે વેસ્પા સ્કૂટર સાથે સ્કાયડાઈવિંગ કર્યું હતું. 13,000 ફૂટ ઊંચે ઊડી રહેલા પ્લેનમાંથી વેસ્પા સ્કૂટરની સાથે નીચે જમ્પ માર્યો હતો. હવામાં એક તબક્કે સ્કૂટરનું હેન્ડલબાર પકડીને હેન્ડસ્ટેન્ડ કર્યું હતું.

 

(7:43 pm IST)