Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આખા વર્ષમાં દારૂના કારણે મૃતક આંક વધીને 30લાખાએ પહોંચ્યો

નવી દિલ્હી :દારૂ પીવા બાબતે અવાર-નવાર વિવિધ સંશોધનો થતા રહ્યાં છે. ક્યારેક તેની ઓછી માત્રા સ્વાસ્થ્ય માટે સારી છે એવું કહેવામાં આવે છે, તો ક્યારેક દારૂનાં સેવનને જોખમી બતાવવામાં આવે છે. હવે, વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ કહ્યું છે કે, વધુ પડતાં દારૂનાં સેવનને કારણે 2016નાં વર્ષમાં 30 લાખ કરતાં વધુ લોકોનાં જીવ ગયાં અને તેમાં મોટાભાગે પુરુષો હતાં. સંયુક્ત રાષ્ટ્રની આ સ્વાસ્થ્ય એજન્સીએ ચેતવણી પણ આપી છે કે, હાલની નીતિઓ પર અમલ અને તેનાં પરીણામો આ પ્રવૃત્તિમાં મોટાં બદલાવ માટે પૂરતાં નથી. સાથે જ, એજન્સીએ આવનારા 10 વર્ષોમાં દારૂની ખપતમાં વધારો થવાનું પૂર્વાનુમાન વ્યક્ત કર્યું છે.

WHOએ એક નવા રિપોર્ટમાં કહ્યું હતું કે, આશરે 23.7 કરોડ પુરુષો અને 4.6 કરોડ મહિલાઓ આલ્કોહોલ સંબંધી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. જેમાં મોટાભાગે યુરોપ અને અમેરિકામાં રહેનારા લોકો છે. યુરોપમાં પ્રતિ વ્યક્તિ દારૂની ખપત આખી દુનિયામાં સૌથી વધુ છે, જ્યારે ત્યાં 2010ની સરખામણીમાં હવે દારૂનાં સેવનમાં 10 ટકાનો ઘટાડો આવ્યો છે.

 

 

(7:42 pm IST)