Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આ છે અમીરાત સરકારની નવી ઈચ્છા

નવી દિલ્હી :અમેરિકામાં સિલિકોન વેલી સમગ્ર વિશ્વમાં સોફટવેર સર્જન માટે જાણીતું શહેર છે. વિશ્વના પ્રમુખ સોફટવેર કંપનીઓના વડામથક સિલિકોન વેલીમાં આવેલા છે. બસ, તેમાંથી જ પ્રેરણા લઇ રણ તો લિલાછમ કરવાનો ઉરાદો યુનાઇટેડ આરબ અમીરાતનો છે, તેથી જ તે ફૂડ વેલી વિકસાવવા માંગે છે. અમીરાત સરકાર ઇચ્છે કે આરબો શહેર કે નગરની બહાર નાની મોટી ખેતી કરી ઘર આંગણે કૃષિ ઉત્પાદન વધારે જેથી વહેલામાં વહેલી તકે દેશ કૃષિ ઉત્પાદનમાં સ્વાવલંબી બની શકે.

અત્યારે દેશની અનાજ, શાકભાજી, ફળની 70 ટકા જરૂરીયાત તે આયાત દ્વારા પૂરી કરે છે. 2015ના આંકડાઓ પ્રમાણે આ દેશે15.6 બિલિયન ડોલરની કિંમતનું અનાજ, શાકભાજી અને ફળ આયાત કરવા સામે 5.1 બિલિયન ડોલરની કૃષિ પેદાશો નિકાસ કરી હતી. આમ તેની 2015ના અનાજ વેપારની ખાધ 10.5 બિલિયન ડોલર રહી હતી.

સંયુક્ત આરબની વાર્ષિક કૃષિ પેદાશ નિર્યાત 17 ટકાના દરે વધે છે, જ્યારે તેની આયાત સરેરાશ 4.4 ટકાના દરે વધે છે. કૃષિ પેદાશમાં ખજૂર ઉપરાંત શાકભાજી ઉત્પાદનમાં સારૂ એવું કાઠું કાઢ્યું છે. ત્યારબાદ જુવાર ઉત્પાદનનો નંબર આવે છે. આ ઉપરાંત શાકભાજી ટમેટા, લિલી ડુંગળી, ગાજર, કાકડી વગેરેનું ઉત્પાદન થાય છે.

(7:29 pm IST)