Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

સ્થૂળતાને કારણે અસ્થમાનું જોખમ શા માટે વધે છે ?

નવી દિલ્હી તા ૨૬ : સ્થૂળતાને કારણે શ્વસનતંત્રના સ્નાયુઓ પર અસર થતી હોવાથી અને શ્વસનતંત્રમાં સોજો વધતો જતો  હોવાથી મેદસ્વીઓને અસ્થમાની ગંભીર વ્યાધિની શકયતા હંમેશા તોળાઇ રહે છે એવુ એક સ્ટડીમાં જાણવા મળ્યું છે.

બીમારી પર નિયંત્રણના  અભાવ ઉપરાંત કોર્ટિકોસ્ટેરોઇડસ  થેરેપીની અસરકારકતામાં ઘટાડાને કારણે પણ અસ્થમા થવાનાં જોખમો ઊભા થાય છે. અમેરિકન જર્નલ ઓફ ફિઝયોલોઝી  (લન્ગ સેલ્યુલર એન્ડ મોલેકયુલર ફિઝીયોલોજી) માં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં આવ્યું હતું કે સ્થૂળ વ્યકિતઓમાં ફકત   શ્વસનતંત્રના સ્નાયુઓમાં સોજાને કારણે નહીં પણ શ્વસાચ્છ્વાસની પ્રવૃતિ સરળતાથી ચાલતી હોય એના સ્નાયુઓમાં એલર્ર્જી તરફ હાઇપર રિસ્પોન્સિવનેસ ને કારણે પણ અસ્થમા થાય છે.

(3:35 pm IST)