Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

૩૦૦ કરોડમાં વેચાશે આ પિન્ક ડાયમન્ડ?

દૂનિયામાં પિન્ક ડાયમન્ડ હંમેશા હિરાશોખીનો માટે ફેન્સી આઇટમ છે અને એથી જ જયારે આવા સારા પિન્ક ડાયમન્ડની હરાજી થાય છે ત્યારે એના કરોડો રૂપિયા ઊપજે છે. ૧૮.૯૬ કેરેટનો પિન્ક ડાયમન્ડની ૧૩ નવેમ્બરે જિનીવામાં હરાજી થવાની છે. આ ડાયમન્ડની આશરે ૩૦ મિલ્યનથી પ૦ મિલ્યન ડોલર (આશરે ૨૧૮ કરોડથી ૩૬૩ કરોડ રૂપિયા) માં હરાજી થાય તેવી શકયતા છે.

(11:52 am IST)