Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વાળોનો ગ્રોથ વધારે છે લીંબુ

લીંબુનો ઉપયોગ ઘરમાં કેટલીય રીતે કરવામાં આવે છે. કયારેક ભોજનનો સ્વાદ વધારવામાં તો કયારેક ઘરની સફાઈ કરવામાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો લીંબુની મદદથી વાળનો ગ્રોથ પણ સરળતાથી વધારી શકાય છે. લીંબુમાં કેટલાય એવા પોષક તત્વો હોય છે,જે વાળ વધારવામાં મદદ કરે  છે.

જે લોકોના વાળ ઓઇલી  છે, લીંબુ તેના વાળને વધારવાની સાથે વધારાના ઓઇલને પણ કંટ્રોલ કરે છે.  તેનો ઉપયોગ કરવા માટે અડધા લીંબુનુ જ્યુસ કાઢી,  આ જ્યુસથી તાળવા પર  મસાજ  કરો. મસાજ કર્યા બાદ તેને  ૧૦ મિનિટ સુધી એમ જ  રહેવા દો.  ત્યારબાદ વાળને ધોઇ લો.

વાળનો ગ્રોથ વધારવાની સાથે તેની  ચમક પણ  બનાવી રાખવા માટે એક ચમચી  નારિયેળ પાણી  અને એક ચમચી લીંબુનો રસ  મિકસ કરો.તેનાથી તાળવા પર થોડીવાર મસાજ  કરો. ત્યારબાદ ૨૦ મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યારબાદ શેમ્પુથી વાળને ધોઇ લો.

(9:57 am IST)