Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

આ સાપ બન્યો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર

નવી દિલ્હી : અમેરિકાના નોર્ડન વર્જિનિયામાં એક ઘરના આંગણામાં એક બે મોઢાવાળો કોપરહેડ સાપ જોવા મળ્યો છે તેને જોઈને ઘરના માલિકે વર્જિનિયા હપ્ટોલોજીકલ સોસાયટીને ફોન કર્યો જેથી કરી ને તે આ જીવને ઓળખી શકે આ બે મોઢાવાળા જંગલી સાપ મોટા ભાગે ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળતા હોય છે અને તે વધારે સમય સુધી જીવી પણ નથી શકતા.વર્જિનિયા ડિપાર્ટમેન્ટે આ બે મોઢાવાળા સાપનો ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર શેર કરતા ઘણા લોકો અત્યારસુધીમાં તેને જોઈ ચુક્યા છે અને આ કિસ્સો ચર્ચાનો બની ગયો છે.

(6:18 pm IST)