Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ડ્રગ્સ, દારૂ અને આત્મહત્યાના કારણે એટલા યુવા અમેરિકનો મરે છે કે દેશનો સરેરાશ આયુ દર ઘટે છે

નવા આંકડાઓ અનુસાર ડ્રગ્સ, આલ્કોહોલ અને આત્મહત્યાના કારણે યુવાન અમેરિકનોના મૃત્યુ ઘણા પ્રમાણમાં વધી ગયા છે.

સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ અને પ્રીવેન્શનના નેશનલ સેન્ટર ફોર હેલ્થ સ્ટેટીકસ (એનસીએચએસ)ના આરોગ્ય અને મૃત્યુ અંગેનો પોતાનો વાર્ષિક રીપોર્ટ હમણા જાહેર કર્યો છે. રીપોર્ટ અનુસાર ૧૯૯૩ પછી અમેરિકન આયુ દરમાં પહેલી વાર ઘટાડો થવાનું કારણ ડ્રગ્સ, દારૂ અને આત્મહત્યા છે. અમેરિકન સરેરાશ આયુ ૨૦૦૬ થી ૨૦૧૬ વચ્ચે ૭૭.૮ વર્ષથી ૭૮.૬ થવાની ધારણા હતી. પણ આ દાયકા દરમ્યાન ખાસ કરીને ૨૦૧૪ થી ૨૦૧૬ વચ્ચે દર વર્ષે ૦.૩ વર્ષ ઘટી હતી. તેના મુખ્ય કારણો ડ્રગ્સ ઓવરડોઝ, આત્મહત્યા, લીવરના રોગો અને અલ્ઝાઇમર હતાં.

૨૦૧૩ થી ૨૦૧૬ વચ્ચે ૧૫ થી ૪૪ વર્ષની ઉંમર ધરાવતા લોકોના મૃત્યુમાં દર વર્ષે પ ટકાનો વધારો થયો હતો અને તેનું મુખ્ય કારણ ડ્રગ્સ, દારૂ અને આત્મહત્યા હતી.

રીપોર્ટ અનુસાર ૨૦૧૬માં ખાલી ડ્રગ્સ ઓવરડોઝના કારણે ૬૩૦૦૦ લોકો મર્યા  હતા. ૨૦૧૪ થી ૨૦૧૬ વચ્ચે ડ્રગ ઓવરડોઝના કારણે મરનારા પુરૂષોમાં વાર્ષિક રપ ટકાનો વધારો થયો હતો. દર એક લાખ વ્યકિતએ પ૦ વ્યકિત ડ્રગ ઓવરડોઝના કારણે ૨૦૧૬માં મોતને ભેટયા હતા. જયારે સ્ત્રીઓમાં આજ રીતે ૧૫થી ૨૪ વર્ષની વયમાં ૧૯ ટકા પ્રતિવર્ષ વધારો થયો હતો.

દારૂના કારણે લીવર ખરાબ થવાના રોગો એચ.આઇ.વી. કરતા પણ વધીને છઠ્ઠા નંબરના જીવલેણ રોગ પર પહોંચ્યો છે. રપ થી ૩૪ વર્ષની ઉંમર ધરાવતા પુરૂષોમાં લીવરના કારણે ૧૧% અને સ્ત્રીઓમાં ૮%નો પ્રતિવર્ષ વધારો ૨૦૦૬ થી ૨૦૧૬ દરમ્યાન થયો છે.

જો કે લીવરના કારણે મૃત્યુ પુખ્ત વયના યુવાઓ કરતા મોટી ઉંમરની વ્યકિતઓમાં વધારે જોવા મળ્યો હતો.

૧૫ થી ૨૪ વર્ષની વયમાં મૃત્યુ માટેના કારણોમાં આત્મહત્યા બીજા નંબર પર પહોંચી છે. ૨૦૧૪ થી ૧૬ વચ્ચે તેમાં વાર્ષિક ૭ ટકાનો વધારો થયો છે. ૨૦૧૬માં દર લાખ વ્યકિતએ ૧૭ વ્યકિતઓ આત્મહત્યાના કારણે મર્યા હતા. ૧ થી ૧૪ વર્ષની ઉંમરમાં આત્મહત્યાના કારણે મરવાનું નોંધપાત્ર રીતે વધ્યું છે જો કે તે દર ૧ લાખ વ્યકિતએ ૧થી નીચે છે.

(4:01 pm IST)