Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ઘરમાં ઉપયોગમાં લેવાતાં કલીનર્સ અને જંતુનાશકો બાળકોને બનાવે છે મેદસ્વી

નવી દિલ્હી તા. રપઃ ઘરમાં સામાન્યપણે ઉપયોગમાં લેવામાં આવતાં કલીનર્સ અને અન્ય જંતુનાશકોની અસર બાળકોના ગટ માઇક્રોબ્સ (આંતરડાના સુક્ષ્મ જીવો) પર થતાં એમાં ફેરફાર થાય છે, જે બાળકોને મદસ્વી બનાવે છે. કેનેડિયન મેડિકલ એસોસિએશન જર્નલમાં પ્રકાશિત આ અભ્યાસમાં ઘરમાં જંતુનાશક ડિટર્જન્ટ તથા ઇકો-ફ્રેન્ડ્લી ઉત્પાદનોનો ઉપયોગ કરતા હોય એવા પરિવારના લગભગ ત્રણથી ચાર મહિનાની વયનાં ૭પ૭ બાળકોને આવરી લેવામાં આવ્યાં હતાં તથા એકથી ત્રણ વર્ષની વય સુધી તેમણે આ બાળકોનું નિરીક્ષણ કર્યું હતું.

કેનેડાની આલ્બર્ટા યુનિવર્સિટીના સંશોધકોએ જોયુ઼ં હતું કે ઘરોમાં વારંવાર ઉપયોગમાં લેવામાં આવતાં મલ્ટિસર્ફેસ કલીનર્સ ૩-૪ મહિનાનાં બાળકોના ગટ ફલોરા પર અસર કરે છે. જોકે ઇકો-ફેન્ડ્લી ટિર્જન્ટ્સના ઉપયોગથી આ સમસ્યા સર્જાતી નથી.

(3:47 pm IST)