Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વિશ્વમાં સૌથી ખતરનાક ચેપીરોગ TB

નવી દિલ્હી તા. રપઃ  TB ની ગણતરી આજે પણ વિશ્વમાં સૌથી ભયાનક અને ચેપી રોગોમાં કરાય છે. ર૦૦૦ પછી વૈશ્વિક પ્રયાસોને કારણે TB થી થનારાં લગભગ પ.૪ કરોડ મૃત્યુને ઢાળવામાં આવ્યાં હતાં WHO ના ર૦૧૮ના વૈશ્વિક  TB અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વિવિધ દેશો ર૦૩૦ સુધીમાં TB ને નાબુદ કરવા કોઇ વિશેષ કાર્યક્રમ નથી કરી રહ્યા. આગામી સપ્તાહમાં TB પર યોજાનારી સંયુકત રાષ્ટ્રની પહેલી ઉચ્ચ સ્તરીય મીટિંગમાં ભાગ લેનારા વિવિધ દેશ અને સરકારના પ૦ પ્રમુખોને  WHO એ આ સંદર્ભે નિર્ણાયક નિર્ણય લેવા જણાવ્યું છે. WHO ના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે છેલ્લા કેટલાંક વર્ષોમાં TB થી મરનારાઓની સંખ્યામાં થોડો ઘટાડો થયો છે.  TB ના કેસમાં રિપોર્ટ કર્યા વિનાના અને રોગનું નિદાન કર્યા વગરના કેસ સૌથી મોટા પડકારરૂપ છે. ર૦૧૭માં એક કરોડ લોકોને TB થયો હતો. જેમાંથી માત્ર ૬૪ લાખ કેસ સામે આવ્યા છે. આમાંથી પણ ૩૬ લાખ લોકોનો કયાં તો ઇલાજ જ નહોતો થયો કે પછી રોગનું નિદાન થયું પણ એનો રિપોર્ટ નોંધવામાં નહોતો આવ્યો. આમાં ૩ લાખ HIV પોઝિટિવ પણ સામેલ છે.

WHO ના અહેવાલ મુજબ ર૦૩૦ સુધીમાં TB નાબૂદ કરવા ર૦રપ સુધીમાં ટ્રીટમેન્ટ કવરેજ ૬૪ ટકાથી વધારીને ૯૦ ટકા કરવાં જરૂરી છે.

(3:46 pm IST)