Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

યુગલ વચ્ચે એજ-ગેપ વધારે તો ડિવોર્સના ચાન્સ પણ વધારે

ન્યુયોર્ક તા. રપઃ અમેરિકામાં એટલાન્ટિાસ્થિત ઇમોરી યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ લગભગ ૩૦૦૦ યુગલો પર કરેલા એક સંશોધન બાદ જાણવા મળ્યું છે કે પતિ અને પત્ની વચ્ચે ઉંમરનો તફાવત વધુ હોય તો તેમના છુટાછેડાની સંભાવના વધી જાય છે. જો લગ્નજીવન લાંબું ચલાવવું હોય તો યુગલ વચ્ચે માત્ર એકથી પાંચ વરસનો તફાવત હોવો જોઇએ. જે યુગલો વચ્ચે વયનો તફાવત પાંચ વર્ષનો હોય તેમના છુટાછેડાની શકયતા ૧૮ ટકા હતી. જયારે ૧૦ વર્ષ કે એથી વધુ તફાવત ધરાવતાં યુગલોના છુટાછેડાની સંભાવના ૩૯ ટકા હતી. જે યુગલો વચ્ચે ઉંમરનો તફાવત ર૦ વર્ષ જેટલો હોય તેમના છુટાછેડાની શકયતા ૯પ ટકા જેટલી જણાવાઇ હતી. આ અભ્યાસમાં જણાવાયું હતું કે લગ્ન જીવન સફળ થવા માટે જીવનસાથીની વય વચ્ચે એક વર્ષ કરતાં વધુ વયભેદ ન હોવો જોઇએ. આ અભ્યાસમાં જોડાયેલા નિષ્ણાતોનું માનીએ તો જે યુગલને કોઇ બાળક નથી હોતું તેમના છુટાછેડાની શકયતા બાળક હોય એવાં યુગલોની તુલનાએ પ૯ ટકા જેટલી વધુ હોય છે તેમ જ જે યુગલ લગ્નજીવનનાં દસ વર્ષ સાથે વિતાવે છે તેમના છુટાછેડાની શકયતા ૯પ ટકા જેટલી ઓછી હોય છે.

(3:46 pm IST)