Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

વધુ વિચારવાથી દુર રહો

સામાન્ય રીતે આપણે કોઇ પણ કામની શરૂઆત સમજી-વિચારીને કરીએ છીએ.  તેના પર સંશોધન કરીએ છીએ. ત્યારબાદ  કામની શરૂઆત કરીએ છીએ. આમ કરવુ સારૂ ગણવામાં આવે છે. પરંતુ, જયારે તમે કોઇ કામ વિશે જરૂર કરતા વધારે વિચારવા લાગો છો, તો સમજવુ કે તમે ખોટા રસ્તા પર જઇ રહ્યા છો. ઓવર થીંકર (વધારે વિચારનાર) હોવુ પણ સારી વાત નથી. ઓવર થીંકર હોવાના કેટલાય પ્રકારના નુકશાન થાય છે. તેનાથી તમારી પ્રોડકિટવીટી અને ટેલેન્ટને પણ માઠી અસર થાય છેે. તેથી જરૂરી છે કે ઓવર થીંકર થવાથી બચુ જોઈએ.

. વિચારવુ એ પણ કોઇ નશાની આદની જેમ શરીર માટે ઘાતક હોય છે. ઓવર થીંકીગ તમારા શરીર અને મગજને નુકશાન પહોચાડે  છે.

. ભવિષ્યમાં આવનારી મુશ્કેલીઓ  અને તેમનો સામનો કરવાના ઉપાયો વિચારવામાં જ તમે તમારો બધો સમય વેડફી નાખો છો અને તેના કારણે તમારા આયોજન (પ્લાનીંગ) પર અમલ કરી શકતા નથી.

. ઓવર થીંકર હોવાના કારણે તમારાથી અવારનવાર ભુલો પણ થાય છે.

. વધારે વિચારવાના કારણે તમારો સ્વભાવ  સરળ રહેતો નથી. તમને હંમેશા બીજાના વ્યવહારથી સ્વાર્થની દુર્ગંધ  આવવા લાગે  છે. તમારો પોતાનો સ્વભાવ ખુબ જ જટીલ થતો જાય છે.

. વધારે વિચારવાને  કારણે તમારા મગજમાં વિચારોની ગડમથલ સતત ચાલતી રહેછે. જેના કારણે તમે તમારો સરળ સ્વભાવ ગુમાવી બેસો છો.

(9:33 am IST)