Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

હવે ઘરની સાફ-સફાઇને બનાવો સરળ

ગંદુ ઘર દેખીતા  જરા પણ સારૂ લાગતુ નથી. એટલુ જ નહી ગંદુ ઘર  કેટલાય પ્રકારની બીમારીઓ પોતાની સાથે લઇને આવે છે. તેથી જરૂરી છે કે ઘરની   સાફ-સફાઇ ઉપર પુરતું ધ્યાન આપવામાં આવે. સામાન્ય રીતે  મહિલાઓ માટે ઘરની સફાઇ માથાનો દુઃખાવો બની જાય છે. પરંતુ તમે અમુક ટીપ્સ દ્વારા તમારા  આ મુસીબત ભર્યા કામને ખુબ જ સરળતાથી   કરી શકો છો.

 જો  બાળકોએ દીવાલ પર પેન્સિલથી નિશાન બનાવી દીધા હોય અને તમારા માટે   દીવાલ પર નવુ પેઇન્ટ કરાવવું શકય નથી, તો તેની સફાઇ માટે (સીરકા) ની મદદ લો. (સીરકા)ને લિકિવડ શોપમાં  ડુબાડી સ્પંચથી સાફ કરો. તેનાથી દીવાલ પરના પેન્સિલના નિશાન દુર થાય છે.

જયારે કપમાં કોફીના નિશાન રહી જાય છે. તેને દુર કરવા માટે બેકીંગ સોડાનો  ઉપયોગ કરો. થોડા પાણીમાં બેંકીગ સોડા  મિકસ કરી પેસ્ટ બનાવો અને તેનાથી આ નિશાનને દુર કરો.

ઘરની સફાઇમાં બાથરૂમને નજર અંદાજ ન કરવું જોઇએ. બાથરૂમમાં રાખેલ સામાનને સાફ કરવા  માટે બેબી ઓઈલનો ઉપયોગ કરી શકાય છે.

જો ઘરની કુંડીનો પાઇપ બ્લોક થઇગયો હોય, તો એક કપ મીઠું અને બેંકીગ સોડામાં એપ્પલ વિનેગર મિકસ કરો અને કુંડીના પાઇપમાં નાખો. તેનાથી થોડીવારમાં જ બ્લોક થઇલ પાઇપ ખુલી જશે.

(9:31 am IST)