Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

હોંગકોંગમાં લોકતંત્ર સમર્થક પ્રદર્શન દરમ્યાન હિંસા: 15 પોલીસ અધિકારીઓ ઈજાગ્રસ્ત: 7 મહિલા સહીત 36ની ધરપકડ

નવી દિલ્હી: હોંગકોંગમાં લોકતંત્ર સમર્થકના પ્રદર્શન દરમ્યાન રવિવારના રોજ થયેલ હિંસાની ઘટનામાં 15 પોલીસ અધિકારીઓને ગંભીર રીતે ઇજા પહોંચી હતી ઘટનામાં સાત મહિલાઓ સહીત  36 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    પોલીસ અધિકારીઓએ  સરકારી વેબસાઈટ પર સોમવારના રોજ આપેલ માહિતી મુઅજ્બ જાણવામાં આવી રહ્યું છે કે  થોડાક કટ્ટરપંથીઓએ  માર્ગ તેમજ સુરંગ સુવિધાઓને જામ કરીને  રોકી દીધા હતા તેમજ અમુક દુકાનોને પણ નુકશાન પહોચાડ્યું હતું દુર્ઘટનામાં પોલીસ અધિકારીઓ પૈકી 15ને ગંભીર રીતે ઇજા પહોંચી હતી તેમના પર પેટ્રોલ બોંબ તથા ઘાતક સમાન ફેંકવાનું શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું માલુમ પડી રહ્યું છે.

(4:17 pm IST)