Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

ગૂગલે તેની નવી ઑપરેટિંગ સિસ્ટમ Android Qનું સત્તાવાર નામ જાહેર કર્યું

 

ગૂગલે તેની નવી ઑપરેટિંગ સિસ્ટમ Android Qનું સત્તાવાર નામ જાહેર કર્યું છે. વખતે ગૂગલે તેની પરંપરાને તોડીને તેની ઑપરેટિંગ સિસ્ટમ (OS) ના નામ પર અન્ય કોઇ નહીં પરંતુ 'એન્ડ્રોઇડ 10' નામ આપ્યું છે. નવા ઓએસના અનેક વિકાસકર્તાઓ સુધી પહોંચવા અને બીટા સંસ્કરણ પર પરીક્ષણ કર્યા પછી તેની કેટલીક સુવિધાઓ વિશે જાણ થઇ છે. ચાલો જાણીએ નવી સુવિધાઓ તમારા સ્માર્ટફોનને કેવી રીતે બદલશે.

 

Dark Mode: સુવિધા સૌ પ્રથમ બીટા સાથે રજૂ કરવામાં આવી હતી અને આઇઓ વિકાસકર્તા પરિષદમાં પણ પુષ્ટિ મળી હતી. સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 10ના આગમન સાથે તમે તમારી ઇચ્છા મુજબ ડાર્ક મોડને ઇનેબલ કરી શકશો, જેના કારણે તમારા ફોનની બેટરીની ક્ષમતા વધશે.
Location: Android 10
માં ગૂગલે યઝર્સની ગોપનીયતા પર વિશેષ ધ્યાન આપીને લોકેશન સુવિધાને બદલી છે. લોકેશન ચાલુ અને બંધ કરવા ઉપરાંત તેમાં ત્રીજો વિકલ્પ આપવામાં આવશે. ત્રીજા વિકલ્પ સાથે યૂઝર્સ સેટ કરી શકશે કે લોકેશનનો ત્યારે ઉપયોગ થાય જ્યારે એપ્લિકેશન યૂઝ થઇ રહી હોય અને એકટિવ હોય.

Fast Share: ગૂગલ એક નવી સુવિધા લાવી રહ્યું છે, જેનાથી યૂઝર્સ કોઈપણ ફાઇલને સરળતાથી શેર કરી શકશે. સુવિધાને 'ફાસ્ટ શેર' નામ આપવામાં આવ્યું છે.
Battery Indicator
આપણી પાસે કોઈપણ ફોન આવે છે તેમાં આપણે હાલમાં બેટરી (%) જાણી શકીએ, પરંતુ એન્ડ્રોઇડ 10 આવે પછી તમે જાણી શકશો કે તમારી ફોનની બેટરી કેટલો સમય ચાલશે.
Colorful themes: Android 10
ના આગમન પછી તમારા સ્માર્ટફોનની થીમ્સ બદલી શકાય છે. રંગીન થીમ્સ સાથે UI માં પણ ફેરફારો જોવા મળશે.
Wifi:  
તમારા સ્માર્ટફોનમાં એન્ડ્રોઇડ 10 ઓએસનું લેટેસ્ટ વર્ઝન આવ્યા પછી તમે પાસવર્ડ વગર વાઇફાઇને કનેક્ટ કરી શકશો. એટલે કે કનેક્ટ થવા માટે યૂઝર્સને પાસવર્ડ વારંવાર ટાઇપ કરવો પડશે નહીં. માટે ફક્ત તેમને ક્યૂઆર કોડ સ્કેન કરવો પડશે.
Third Party Apps Camera:
થર્ટ પાર્ટી એપથી ફોટો ક્લીક કરવા પર એન્ડ્રોઇડ 10 યૂઝરને ફોટાની કવોલિટી પ્રદાન કરશે. નવા ઓએસથી યૂઝર ડેપ્થ કન્ટ્રોલ કરી શકે છે.
Audio-Video Format: Android
નું નવું વર્ઝન ઓપન સોર્સ વીડિયો codec AV1ને સપોર્ટ કરશે, તેનો મતલબ સ્માટફોન પર હાઇ-ક્વોલિટી વીડિયો કોન્ટેન્ટ અને વીડિયોને કોઇપણ ફોર્મેટમાં જોઇ શકાય છે.
Alert Option:
નવી ઑપરેટિંગ સિસ્ટમમાં કોઈપણ એપ્લિકેશનને થોડા સમય માટે ટેપ કરવાથી સૂચનાઓને બ્લોક કરવા જેવા મહત્વપૂર્ણ વિકલ્પો દેખાશે.

Desktop Mode: Android Q બીટા 10 આવ્યા પછી, તમે તમારા ફોનને ડેસ્કટોપથી કનેક્ટ કરી શકશો. જો કે, હજી વિશે વધારે માહિતી પ્રાપ્ત થઈ નથી, પરંતુ સુવિધા યૂઝર્સને ખૂબ આરામદાયક બનાવશે.
Foldable Phone UI:
ગૂગલે તાજેતરમાં જાહેરાત કરી હતી કે એન્ડ્રોઇડ 10 ફોલ્ડબલ સ્ક્રીન માટે યુઆઈને અલગથી સપોર્ટ કરશે.

(12:47 pm IST)