Gujarati News

Gujarati News

News of Monday, 26th July 2021

તાલિબાનને રોકવા માટે અફઘાનિસ્તાનની સરકારે આખા દેશમાં કર્ફ્યુ લગાવી દીધો હોવાની માહિતી

નવી દિલ્હી: અફઘાનિસ્તાન સરકારે તાલિબાનના આતંકીઓને શહેરો પર હુમલા કરતા રોકવા માટે લગભગ આખા દેશમાં કરફ્યૂ લગાવી દીધો છે. જોકે, રાજધાની કાબૂલ અને અન્ય બે પ્રાંતત સિવાય આખા દેશમાં રાતે ૧૦.૦૦થી સવારે ૪.૦૦ વાગ્યા સુધી લોકોના હરવા-ફરવા પર પ્રતિબંધ મૂકાયો છે. બીજીબાજુ અમેરિકાનું સૈન્ય ઝડપથી અફઘાનિસ્તાનમાંથી નીકળી રહ્યું છે એવા સમયમાં અહીં તાલિબાનોને મદદ કરવા ચીન, પાકિસ્તાન અને તૂર્કીની ત્રેખડ સક્રિય થઈ ગઈ છે હોવાનો ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અખબારે ઘટસ્ફોટ કર્યો છે.

અફઘાનિસ્તાનમાંથી અમેરિકા સહિત આંતરરાષ્ટ્રીય સૈનિકોની વિદાયની જાહેરાત પછી તાલિબાન અને અફઘાન સરકારી દળો વચ્ચે છેલ્લા બે મહિનાથી લડાઈ તીવ્ર થઈ ગઈ છે. તાલિબાની આતંકીઓએ દેશના અનેક ભાગો પર કબજો જમાવ્યો છે. તાલિબાની આતંકીઓ ગ્રામીણ વિસ્તારોમાં ઝડપથી આગળ વધી રહ્યા છે અને મુખ્ય માર્ગો પર તેમણે કબજો જમાવ્યો છે. જોકે, તેઓ હજી સુધી કોઈ મોટા શહેર પર કબજો કરી શક્યા નથી.

(5:57 pm IST)