Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

ચીનના હેનાન પ્રાંતમાં માર્શલ આર્ટ બોર્ડિંગ શાળામાં ભિષણ આગ ફાટી નીકળતા 18ના મોત :16 ગંભીર રીતે ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: ચીનના હેનાન પ્રાંતમાં આવેલી એક માર્શલ આર્ટ બોર્ડિંગ સ્કૂલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. એમાં ૧૮નાં મોત થયા હતા અને ૧૬ ઘાયલ થયા હતા. મૃતકોમાં મોટાભાગનાં બાળકો હોવાનું તપાસ અધિકારીઓએ કહ્યું હતું. ચીનના હેનાન પ્રાંતમાં આવેલા શુઆંગક્વી શહેર નજીકની ઝિચેંગ કાઉન્ટીની માર્શલ આર્ટ સ્કૂલમાં આગ ફાટી નીકળી હતી. બિલ્ડિંગના પહેલા માળે ઝેનશિંગ માર્શલ આર્ટ સેન્ટર હતું. માળમાં ભયાનક આગ લાગી ગઈ હતી. આગ લાગી ત્યારે બાળકો ઊંઘતા હતા. બોર્ડિંગ સ્કૂલમાં ૩૪ બાળકો રહેતા હતા. બાળકો ઊંઘમાંથી જાગ્યા ત્યારે ચારેબાજુ આગ ફાટી નીકળી હતી. એકેય બાજુથી નીકળી શકાય એવી સ્થિતિ હતી. ઘટના નજરે જોનારા લોકોએ કહ્યું હતું કે બાળકોએ ચીસો પાડીને બચાવવા માટે પોકાર કર્યો હતો. દર્દનાક ચીસોથી વાતાવરણ ભારેખમ બની ગયું હતું. બાળકોની ચીસો સાંભળીને લોકો દોડી આવ્યા હતા. લોકોએ પાણી નાખીને આગ ઠારવાની કોશિશ કરી પરંતુ આગ એટલી ફેલાઈ ગઈ હતી કે તે કાબૂમાં આવે તેમ હતી.

(5:37 pm IST)