Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૫.રહી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ આજે સવારે ૪.૩૪ વાગે ભૂકંપના આંચકાથી કાબૂલના ઉત્તરમાં ધરતી કાંપી હતી. ભૂકંપના ઝાટકાથી અત્યાર સુધીમાં કોઈ જાન માલનું નુકસાન થયું નથી.

     ગુરુવારે ભારતના મહારાષ્ટ્રમાં પાલઘર જિલ્લામાં ૩.તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. પરંતુ આનાથી કોઈને નુકસાનના સમાચાર નથી. જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટના પ્રમુખ વિવેકાનંદ કદમે જણાવ્યું કે બપોરે ૧૨ વાગ્યાથી માત્ર થોડીત મિનિટ પહેલા ડહાણુના ૨૫ કિલો મીટર પૂર્વમાં ભૂકંપ અનુભવાયો છે. અધિકારીએ જણાવ્યું કે ભૂકંપથી કોઈ નુકશાન થવા અથવા સંપત્તિને નુકસાન પહોંચવાના સમાચાર નથી.

(5:21 pm IST)