Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ન્યૂઝીલેન્ડના સાઉથ આઇલેન્ડમાં 5.9ની તીવ્રતાના ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી: ન્યુઝિલેન્ડના સાઉથ આઇલેન્ડ, મિલફોર્ડ સાઉન્ડમાં 5.9 ની તીવ્રતાના ભુકંપના આંચકા અનુભવાયા છે. ન્યુઝીલેન્ડની જિયોનેટ ગુરુવારે અંગેની જાણકારી આપી. જિયોનેટ અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મિલ્ફોર્ડ સાઉન્ડથી 35 કિમી પશ્ચિમમાં પાંચ કિલોમીટરની ઉંડાઈ પર સ્થિત હતું. ઉત્તરથી દક્ષિણ દ્વીપકલ્પમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક મહિનામાં બીજી વાર વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપમાં કોઈ જાન-માલના નુકસાનના સમાચાર નથી.

(6:17 pm IST)