Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

જાપાનીઝ વૈજ્ઞાનિકોએ કર્યું અનોખું સર્જન:રૂપેરી પડદે આવી રહી છે રોબોટ મહિલા

નવી દિલ્હી: જાપાનીઝ વૈજ્ઞાનિક હીરોસી ઇશીગુરો અને કોહેઇ ઓગાવાએ એરિકાનું સર્જન કર્યું છે. જે એક રોબોટ મહિલા છે. પરંતુ તે આબેહુબ કોઇ હીરોઇન હોય તેવી નજરે ચડે છે અને બંને વૈજ્ઞાનિકોએ પોતાની સાયન્સ ફિકશન ફિલ્મ જેનું નામ 'બી' છે. તેના માટે ઇરિકાએ લીડ ભૂમિકા કરશે.

           70 મીલીયન ડોલરના બજેટથી ફિલ્મ બનાવાઈ છે અને તે આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ પરની રોબોટની પ્રથમ ફિલ્મ હશે. અને ખાસ કરીને જે વૈજ્ઞાનિકો આર્ટિફીશ્યલ ઇન્ટેલીજન્સ અને માનવ ડીએનએને મિક્સ કરીને ક્લોન રોબોટ સર્જવાનો પ્રયત્ન કરી રહ્યા છે તેની સામે ચેતવણી આપતી ફિલ્મ હશે. સંપૂર્ણપણે તે એક સાયન્સ ફિકશન ફિલ્મ છે. અને તે રસપ્રદ બનશે તેવી આશા છે.

(6:09 pm IST)