Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

45 મિનિટ સુધી વોશિંગ મશીનમાં ફરતી રહી આ બિલાડી

નવી દિલ્હી: વોશિંગ મશીનમાં કપડાં ધોવા સામાન્ય બાબત છે પરંતુ અમેરિકાની મિનેસોટામાં એક બિલાડી વોશિંગ મશીનમાં 45 મિનિટ સુધી ફસાઈ ગઈ હોવાની ઘટના સામે આવી છે  આ બિલાડીનું નામ ફેલિક્સ છે ફેલિક્સ લગભગ 45 મિનિટ સુધી વોશિંગ મશીનમાં કપડાંની સાથે ફરતી રહી અને આ કારણોસર તે ખુબજ ગંભીર રીતે  ઈજાગ્રસ્ત થઇ ગઈ છે. બિલાડીની માલકીન સ્ટેફની કૈરોલ કિર્ચોફ વોશિંગ મશીનને ચાલુ કરતી વેળાએ એક્સપ્રેસ મોડમાં લગાવીને ચાલી ગઈ અને તેને 45 મિનિટ પછી પરત આવી તો બિલાડીને વોશિંગ મશીનની અંદર ફરતી જોઈ હતી તેમની હાલત ખુબજ નાજુક થઇ ચુકી છે.

(6:39 pm IST)