Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

દીકરાને અજુગતું ન લાગે એ માટે હાર્ટ-સર્જરી પછી પિતાએ પણ છાતી પર સર્જરી જેવું ટેટૂ ત્રોફાવ્યું

લંડન તા. ર૬: ઇંગ્લેન્ડના હલ ટાઉનમાં જોય વોટ્સ નામના ૬ વર્ષના બાળકને જન્મજાત હૃદયની ખામી હતી. આ ખામીને કારણે તેનો જીવ જોખમમાં હતો. અલબત્ત, ગયા મહિને સર્જરી દ્વારા જે મુખ્ય રકતવાહિની બ્લોક હતી એ ખોલીને પહોળી કરવામાં આવી હતી. આ સર્જરી પછી તેની છાતી પર ૬ ઇંચનો મોટો ઘા રહી ગયો હતો. ડોકટરોનું કહેવું હતું કે ઓપન હાર્ટ સર્જરી થઇ હોવાથી આ ઘા કદાચ જીવનભર રહેશે. ૬ વર્ષનું બાળક એ સ્કારને કારણે ખુલ્લી છાતીએ કયાંક પણ જવામાં સંકોચ અનુભવતું હતું એટલે તેના પિતાએ દીકરાને સહજ ફીલ થાય એ માટે તરકીબ અજમાવી. જે જગ્યાએ દીકરાની સર્જરી થઇ હતી એકઝેકટલી એ જ જગ્યાએ પિતાએ જાણે તેને પણ સર્જરી કરાવી હોય એવું ટેટૂ ત્રોફાવી લીધું. જે ત્રણ જગ્યાએ દીકરાની છાતી પર નિશાન હતાં એવાં જ નિશાન પિતાએ પોતાની બોડી પર ચીતરાવી લીધાં. સોશ્યલ મીડિયા પર પિતાની આ હરકતનાં બેમોઢે વખાણ થઇ રહ્યાં છે અને દીકરો પણ હવે પોતાના સ્કાર માટે સંકોચ ફીલ નથી કરતો.

(3:11 pm IST)