Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

મેક્સિકો: મેયરપદના ઉમેદવારની હત્યાની અશંકામાં આખા પોલીસ દળની અટકાયત

મેક્સિકોના ઓકાંપો શહેરમાં મેયર ઉમેદવારની હત્યાની શંકામાં શહેરના આખા પોલીસ દળની ધરપકડ કરવામાં આવી છે. 64 વર્ષના ફર્નાન્ડો એન્જેલેસ હુઆરેજની ગત અઠવાડિયે ગુરૂવારે કેટલાંક અજાણ્યા શખ્સોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. 1 જૂલાઇના રોજ અહીં યોજાનારી મેયરની ચૂંટણી પહેલાં અત્યાર સુધી આખા મેક્સિકોમાં 100થી વધુ નેતાઓની હત્યા થઇ છે.

(8:53 pm IST)