Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

દેશમાં આકાર લઇ રહેલો સૌપ્રથમ તેવો ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કિસ્સો: વડોદરાની યુવતીએ ટ્રાન્સપ્લાન્ટથી ગર્ભાશય મેળવી 12 સપ્તાહ પુરા કરી લેતા નોર્મલ ડીલીવરીની શક્યતા

પુના  : દેશમાં સૌપ્રથમ તેવો ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કિસ્સો પૂનામાં આકાર લઇ રહ્યો છે જે મુજબ વડોદરાની એક યુવતીએ ટ્રાન્સપ્લાન્ટથી ગર્ભાશય મેળવી પ્રેગ્નન્સીના 3 મહિના એટલેકે 12 સપ્તાહ પુરા કરી લીધા છે.

મહિલા અને તેનો લગભગ 13 મહિનાનો ગર્ભ બંને તંદુરસ્ત છે. ડોક્ટરો નોર્મલ પ્રેગ્નન્સી થવાની આશા રાખી રહ્યા છે. વડોદરાની 27 વર્ષની મહિલાની ડિસેમ્બરમાં ડિલિવરી થવાની શક્યતા છે. પછી તે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ પછી બાળકને જન્મ આપનારી પહેલી ભારતીય મહિલા બની જશે.

2/5પ્રેગ્નન્સી દરમિયાન પહેલા 12 સપ્તાહ હોય છે મહત્વના

પુનાની ગેલેક્સી હોસ્પિટલના ટ્રાન્સપ્લાન્ટ સર્જન શૈલેષ પુંતામ્બેકરે જણાવ્યું કે, ‘વડોદરાની મહિલાએ પહેલા ત્રણ મહિના પસાર કરી દીધા છે અને 18 જૂને બીજા ત્રણ મહિનામાં પ્રવેશ કર્યો છે. કોઈપણ પ્રેગ્નન્ટ મહિલા માટે પહેલા 12 સપ્તાહ ઘણા મહત્વના હોય છે કેમકે સમયગાળા દરમિયાન અબોર્શન થવું સામાન્ય છે. પહેલા ત્રણ મહિના પૂરા થવા મહત્વનો પડાવ છે, ખાસ કરીને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ થયું હોય ત્યારે.’ તેમણે કહ્યું કે, ‘પ્રેગ્નન્સીનો ગાળો આગળ વધે છે તેમ મિસકરેજની શક્યતા ઘટતી જાય છે.’

3/518થી 20 સપ્તાહ ડોક્ટરો સતત રાખશે નજર

જોકે, મહિલા 18થી 20 સપ્તાહ પૂરા કરે ત્યાં સુધી સતત દેખરેખ રાખવાની ડોક્ટરોની યોજના છે. ગર્ભના વિકાસને લગતી કોઈ સમસ્યા અંગે 18 સપ્તાહ જાણી શકાય છે. પુતાંમ્બેકરે જણાવ્યું કે, ’18 અને 19મા સપ્તાહમાં એનોમલી સ્કેન (ગર્ભમાં કોઈ સમસ્યા છે કે નહીં તે જાણવા કરાતી સોનોગ્રાફી) કરવામાં આવે છે. તેનાથી ગર્ભમાં રહેલા બાળકને મોટી ખોડ-ખાંપણ હોય તો તે અંગે જાણી શકાય છે.’

4/5 માતાનું ગર્ભાશય દીકરીમાં કરાયું હતું ટ્રાન્સપ્લાન્ટ

પ્રતિકાત્મક તસવીર

19મી મે 2017વડોદરાની મહિલાનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું હતું. તેને તેની માતાનું ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું. હોસ્પિટલના ગાયનેકોલોજિસ્ટ અને આઈવીએફ એક્સર્ટ પંજક કુલકર્ણીએ જણાવ્યું કે, ‘બાબત (માતાના ગર્ભાશયનું દીકરીમાં ટ્રાન્સપ્લાન્ટ) પણ ઘણી મહત્વની છે, કેમકે ગર્ભાશય 20 વર્ષ પછી કોઈ ડિલિવરી કરવા જઈ રહ્યું છે. વળી, નર્વ્સનું ટ્રાન્સપ્લાન્ટ નથી કરાયું એટલે મહિલા અબોર્શનના દુખાવાનો અનુભવ નહીં કરી શકે. એટલે ક્લિનિકલ અને સોનોગ્રાફી મોનિટરિંગ સતત કરતા રહેવું જરૂરી છે.’

5/5પહેલા આવો પ્રયોગ નિષ્ફળ રહી ચૂક્યો છે

ઉલ્લેખનીય છે કે, વડોદરાની મહિલાને જ્યારે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાયું તેના એક દિવસ પહેલા સોલાપુરની 22 વર્ષની એક મહિલાને ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાયું હતું અને તે ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવનારી ભારતની પહેલી મહિલા બની હતી. જોકે તેને પ્રેગ્નન્સીના પાંચમા સપ્તાહમાં મિસકરેજ થઈ ગયું હતું. જોકે, સોલાપુરની મહિલાને ગત સપ્તાહે ફરી વખત એમ્બ્રિયો ટ્રાન્સફર કરવામાં આવ્યું છે. કુલકર્ણીએ જણાવ્યું કે, ‘ 4 જુલાઈએ જ્યારે મહિલાની પ્રેગ્નન્સી ટેસ્ટ કરવામાં આવશે ત્યારે અમને આશા છે કે પોઝિટિવ રિઝલ્ટ મળશે. જો મહિલા પ્રેગ્નન્ટ બનશે તો ગર્ભાશય ટ્રાન્સપ્લાન્ટ કરાવનારી બે મહિલાઓની એક પછી એક પ્રેગ્નન્સીના મામલે આપણે દુનિયાનો સૌથી સફળ દેશ બની જઈશું.’

 

(8:52 pm IST)