Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

કુદરતને બના દી જોડી:માત્ર 36 ઇંચની ઉંચાઈ ધરાવતા ગોરખપુરના 42 વર્ષીય ડો.સુનિલ પાઠકના લગ્ન 34 ઇંચની ઉંચાઈ ધરાવતી 34 વર્ષીય યુવતિ સારિકા સાથે થયા

ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં વસતા તથા સંસ્કૃત વિષય સાથે પી.એચ.ડી.કરી જ્યોતિષચાર્ય તરીકેનો વ્યવસાય કરતા અને સમાજમાં પ્રતિષ્ઠા ધરાવતા ડો.સુનિલ પાઠકએ લગ્નની આશા છોડી દીધી હતી કારણકે તેમની ઉંચાઈ માત્ર 36 ઇંચ છે.

સામે પક્ષે આવી જ એક યુવતી સારિકાએ પણ લગ્નની આશા છોડી દીધી હતી કારણકે 34 વર્ષીય સારિકાની ઉંચાઈ માત્ર 34 ઇંચ છે.આ બન્નેના લગ્નની વાતચીત થતા તેમના પરિવારજનો રાજી થઇ ગયા હતા.તથા બન્નેને પરણાવી દીધા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(8:16 pm IST)