Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

શુંતમે હોટ ડોગ વોટર પીઓ ? એ પણ ૨૫૦૦ રૂપિયામાં?

ટોરેન્ટો તા ૨૬ : કેનેડાની વેનકુવર સિટીમાં ગયા વીક-એન્ડમાં કાર-ફ્રી ડે ફેસ્ટિવલ યોજાયો હતો. આવા ઉત્સવોમાં કંઇક હટક ેચીજો જોવા મળી જતી હોય છે. આ જગ્યાએ એક ભાઇ બોટલમાં હોટડોગ વોટર વેચવાનો સ્ટોલ નાખીને બેઠા હતા. નામ મુજબ આ પાણી હોટ ડોગનું અનફિલ્ટર પાણી હતું. આ આઇડિયા ડગ્લાસ બેવાન્સ નામના ભાઇનું બ્રેઇન-ચાઇલ્ડ છે. હોટ ડોગમાં વપરાતું સોસેજ જેવું મીટ કુક કરવા માટે જે પાણી વપરાયું હોય અ ેબોટલમાં ભરીને વેચવાનું તેમણે શરૂ કર્યુ છે. ભાઇએ લોકોને આ પાણીમાં રસ પડે એ માટે કેટલાક ફાયદાઓ પણ ગણાવ્યા છે. તમના કહેવા મુજબ આ પાણી હાઇ-પ્રોટીન ધરાવતું હોવાથી જો તમે કીટોજનિક ડાયટ પર હો તો એ ઉતમ છે. આ પાણી કીટોજૈનિક ડાયની જેમ વજન ઉતારવામાં પણ ફાયદાકારક છે.ે આ ભાઇએ તો એટલે સુધી દાવો કર્યો છે કે એમાં સોડિયમ અને અન્ય ઇલેકટ્રોરાઇટસ પણ આપમેળે સંતુલિત થયેલાં હોય છે. નવાઇની વાત એ હતી કે આવા પાણીની બોટલો ૩૯.૯૯ અમેરિકન  ડોલર એટલે કે લગભગ ૨૫૦૦ રૂપિયામાં વેચાઇ રહી હતી અને લોકો એ ચપોચપ ઉપાડી પણ લીધી

(3:53 pm IST)