Gujarati News

Gujarati News

News of Tuesday, 26th June 2018

ચોમાસામાં કરો આ પ્રકારનો મેકઅપ

બધી ઋતુમાં મેકઅપ કરવાની અલગ રીત હોય છે. તેથી જો મોસમ અનુસાર મેકઅપ ન કરવામાં આવે તો પાણી અને નમીના કારણે મેકઅપ ઓગળવા લાગે છે. તો જાણી લો કે ચોમાસામાં કેવો મેકઅપ કરવો જોઈએ.

 ચોમાસામાં વોટરપ્રુફ અને હળવો મેકઅપ કરવો જોઈએ. જે તમારા ચહેરાને સુંદરલુક આપે અને વરસાદમાં પલળવાથી ઓગળે પણ નહિં.

 ચોમાસામાં વોટરપ્રુફ બિંદી (ચાંલ્લો) લગાવો. તમે સ્ટીકરવાળી કે ડાયમંડવાળી બિંદી લગાવી શકો છો, જે ફલાતી નથી.

 ચોમાસામાં ફાઉન્ડેશન અને ફેસ પાવડરનો ઉપયોગ ન કરવો જોઈએ. જો જરૂર હોય તો ફાઉન્ડેશન લગાવવા માટે ભીના સ્પંચનો ઉપયોગ કરો. જેનાથી તમારો મેકઅપ વધુ સમય સુધી ટકી રહેશે.

 ચોમાસામાં ઘટ્ટ અને ક્રિમી ફેશ ક્રિમના બદલે તરલ ફેશ ક્રિમનો ઉપયોગ કરો.

(11:32 am IST)