Gujarati News

Gujarati News

News of Friday, 26th May 2023

કેરેબિયન સીમાં પ્રચંડ ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા હોવાની માહિતી

નવી દિલ્હી: તૂર્કી અને સીરીયાનો ભૂકંપ હજી ભૂલાયો નથી ત્યાં, મધ્ય અમેરિકાનાં કેરેબિયન સીમાં પ્રચંડ ભૂકંપે ભારે ઉથલ-પાથલ સર્જી દીધી છે, તેથી પનામા અને કોલંબિયામાં પણ ધરા ધ્રૂજી ઉઠી હતી. આ ભૂકંપને લીધે સમુદ્રમાં જાગેલી પ્રચંડ ગર્જનાઓ અને ઉછળેલાં પ્રચંડ મોજાંઓએ તે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચાવી દીધો છે. જોકે, હજી સુધી તે વિસ્તારમાં થયેલી જાન-માલની હાની અંગે કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત નથી પરંતુ ૬.૬ના લાગેલા પ્રચંડ આંચકા અને સમુદ્રમાં ઉછળેલાં પ્રચંડ મોજાંઓને લીધે આ આંક ઘણો ઊંચો રહેવા સંભવ છે.સમાચારો વધુમાં જણાવે છે કે સમુદ્રમાં જાગેલા હાહાકારી અવાજો સાંભળી સમુદ્ર તટનાં ગામોમાં રહેતા લોકો ઘડીભર તો અચંબિત બની ગયા હતા.અમેરિકી ભૂગર્ભીય-સર્વેક્ષણ (યુનાઈટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે) જણાવે છે કે, આ ભૂકંપથી પનામા અને કોલંબિયા પણ ધ્રૂજી ઊઠયાં હતાં.ભૂકંપનું કેન્દ્ર પનામાનાં પ્યુટ્રો ઓલ્બાડાથી આશરે ૪૧ કિ.મી. ઉત્તર-પૂર્વે ૧૦ કિલો મીટરની ઊંડાઈએ હતું.જોકે આ ભૂકંપને લીધે સુગમી (સમુદ્રીય તોફાન) જાગવા અંગે કોઈ આગાહી હજી સુધી મળી નથી.

 

(6:57 pm IST)