Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

જાપાનમાં થિયેટરો સહીત જિમ સંચાલન શરૂ કરવામાં આવ્યા

નવી દિલ્હી:જાપાનની રાજધાની ટોક્યોમાં સોમવારના રોજ સંપૂર્ણ રીતે લોકડાઉન ખોલી દેવામાં આવ્યું છે ટોક્યો સ્થિત બધા કાર્યાલયો,શોપિંગ સેંટર, નાની દુકાનો,સંગ્રહાલયો,પુસ્તકાલય,અને પાર્ક ફરીથી ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી હતી અને હવે તો હોટલનો પણ તેમાં સમાવેશ થઇ રહ્યો છે.તેમજ થિયેટરોને પણ ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી છે.

           જાપાન સરકાર બંધ પડેલ થિયેટરો અને જિમને પણ ફરીથી ખોલવાની મંજૂરી આપતા લોકોએ રાહતના શ્વાસ લીધા હતા સરકારે પૂર્વમાં થિયેટર સહીત જિમ ખોલવાની પરવાનગી પહેલા આપી હતી  કારણ કે ત્યાં સંક્ર્મણ ફેલાવાનો ભય વધારે હતો પરંતુ હવે ત્યાં સંપૂર્ણ રીતે લોકડાઉન હટાવીને બધી છૂટ આપી દેવામાં આવી છે.

(6:30 pm IST)