Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ચેરિટી સંગઠન વોટર એડ઼ે કર્યો અનોખો દાવો:પાણીની અછત વાળા વિસ્તારમાં રહેશે કોરોનાનો વધુ ભય

નવી દિલ્હી: ચેરિટી સંગઠન વોટર એડે દાવો કર્યો હતો. તે મુજબ બ્રાઝિલની વસતીથી લઈને ઉત્તર યમનમાં યુદ્ધગ્રસ્ત ગામ સુધી આશરે 300 કરોડ લોકો પાસે સ્વચ્છ પાણી અને સાબુથી હાથ ધોવાનો કોઈ વિકલ્પ નથી. દુનિયાભરની ઝૂંપડપટ્ટીઓ, શિબિરો અને અન્ય ભીડભાડવાળી વસાહતોમાં અનેક લોકો રોજ પાણીથી ટેન્કર મેળવવા માટે પડાપડી કરે છે જ્યાં સોશિયલ ડિસ્ટન્સિંગ શક્ય નથી.

              સ્થળોએ લોકોને પાણીની જરૂર વાસણ ધોવા અને શૌચાલય સાફ કરવા જેવાં મહત્ત્વપૂર્ણ કામ માટે પણ હોય છે અને તેમની પાસે વારંવાર હાથ ધોવા માટે પાણીના ઉપયોગનો વિકલ્પ રહેતો નથી. સ્ટડી અનુસાર ભીડવાળાં સ્થળોએ કોરોના વાઈરસના ફેલાવાને રોકવામાં આવતી સમસ્યાઓને રેખાંકિત કરે છે.

(6:29 pm IST)