Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં દર એક ઘરમાંથી એક વ્યક્તિ થઇ રહી છે ગાયબ

નવી દિલ્હી: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં લગભગ દરેક પરિવારમાંથી એક સભ્ય ગાયબ છે. બલોચ સામાજિક કાર્યકર્તાઓએ વીડિયો કોન્ફ્રન્સિંગ દ્વારા જાણકારી આપી અને માટે પાકિસ્તાન સેના પર આરોપ લગાવ્યા છે. પેરિસ સ્થિત બિન સરકારી સંગઠન બલોચ વૉયસ એસોસિએશને બલૂચિસ્તાનમાં નરસંહાર ને રોકો વિષય પર સંમેલન આયોજિત કર્યુ.

                   પાકિસ્તાનની સેના પર દેશના સંસાધન સંપન્ન પ્રાંત બલૂચિસ્તાનમાં બુદ્ધિજીવીઓ, વિદ્યાર્થીઓ અને રાજકીય કાર્યકર્તાઓનુ અપહરણ કરીને તકલીફ આપવા અને મોતને ઘાટ ઉતારવા જેવા ગંભીર આરોપ લગાવ્યા દરમિયાન બલોચ સામાજિક કાર્યકર્તા મામા કાદિર બલોચે કહ્યુ હુ અત્યારે ક્વેટામાં લાપતા થયેલા બલોચ લોકોના પરિવારના સભ્યો સાથે શિબિરથી વાત કરી રહ્યો છુ.

(6:28 pm IST)