Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ચીની વૈજ્ઞાનિકોની કમાલ:કર્યું માનવ જેવી આંખનું નિર્માણ

નવી દિલ્હી: ચિની વૈજ્ઞાનિકોએ એક કમાલ કરી છે અને માનવ જેવી આંખનું નિર્માણ કર્યું છે. જો કે, હાલમાં કૃત્રિમ આંખ રોબોટને દ્રષ્ટિ પ્રદાન કરનાર છે. ચિની વૈજ્ઞાનિકોએ બનાવેલી આંખ માનવ આંખથી ઘણી મળતી આવે છે. શોધકર્તાઓનો દાવો છે કે ભવિષ્યમાં નેત્રહિન લોકો પણ આંખની મદદથી જોઇ શકશે.

                  ઇસી-આઈ નામની કૃત્રિમ આંખનું નિર્માણ હોંગકોંગ યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજીના શોધકર્તાઓએ કર્યું છે. શોધકર્તાઓનાં જણાવ્યા મુજબ હાલમાં આંખથી રોબોટ વધુ સારી રીતે જોઇ શકશે. વર્તમાનમાં રોબોટમાં ઉપયોગમાં લેવાતી કેમેરા આધારીત આંખોમાં પણ વધુ સુધારા માટે કાર્ય કરાઈ રહ્યું છેઉલ્લેખનીય છે કે કૃત્રિમ આંખ માનવ આઈ રેસ અને રેટીનાની જેમ કામ કરે છે. પ્રકાશને કેન્દ્રીત કરવા માટે લેન્સનો ઉપયોગ કરે છે અને જાણકારી મગજ સુધી પહોંચાડે છે.

(6:27 pm IST)