Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

સોશિયલ ડીસ્ટન્સનો અમલ કરવા ઇટાલીએ બનાવી વોલિયન્ટર્સની ફોજ

નવી દિલ્હી: ચીનની સાથેની દોસ્તી ઈટલીને મોંઘી પડી છે અને અહી વુહાન કરતા પણ વધુ કોરોના કેસ અને મૃત્યુ નોંધાયા છે. હવે જો કે તે ધીમે ધીમે કોરોનાથી બહાર આવતા જાય છે તે સમયે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા માટે દેશના 60 હજાર લોકોને વોલીયન્ટર્સ તરીકે નિયુક્ત કર્યા છે.

            એક તરફ લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. પરંતુ માર્ગ પર વોલીયન્ટર્સ સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થાય તે જોશે. ઈટલીએ તેના કોરોના સમયગાળામાં જે ખરાબ ક્ષણો ભોગવી હતી તેનો વિડીયો પણ તૈયાર કર્યો છે અને તે લોકોને દર્શાવે છે કે આપણે સમયમાં ફરી જવાનું નથી.

(6:26 pm IST)