Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

મૃત બહેનના શબ પાસેથી ખસવા તૈયાર નહોતો આ ડોગી

ટેકસાસ તા. ૨૬ : અમેરિકાના ટેકસસ રાજયના એક રોડ પર અકસ્માતમાં મૃત્યુ પામેલી એક ડોગીના શરીર પાસે બીજો એક ડોગી કયાંય સુધી બેઠેલો જોવા મળ્યો હતો. અધિકારીઓને અકસ્માતના સમાચાર મળતાં જ તેઓ તરત ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પણ આ ડોગી મૃત ડોગીના શરીર પાસે ઊભો છે અને નજીક આવવાની કોશિશ કરનારાઓ સામે ઘૂરકિયાં કરે છે. મૃત્યુ પામેલી માદા ડોગીનો આ કદાચ ભાઈ છે એવું પોલીસને લાગે છે. પોલીસોએ એને શબથી દૂર કરવાનો ઘણો પ્રયત્ન કર્યો, પણ આ ડોગી કેમેય તૈયાર થયો નહીં. છેવટે એનિમલ કન્ટ્રોલ ઓફિસરો ડોગીને તેઓ તેની મદદ માટે આવ્યા છે એમ સમજાવવામાં સફળ રહ્યા બાદ ડોગીએ મૃત ડોગીના શરીરને લઈ જવા દીધું હતું.

હાલમાં આ ડોગી જેને ગાર્ડિયન નામ આપવામાં આવ્યું છે એ શેલ્ટર હોમમાં છે અને ૨૯ મે પછી એને દત્તક આપવાની પ્રક્રિયા શરૂ થશે.

(2:41 pm IST)