Gujarati News

Gujarati News

News of Tuesday, 26th May 2020

ટેરેસની પાળી પર બેસીને કિસ કરનારા આ બે જણની ધરપકડ કરવામાં આવી, કારણ જાણીને નવાઇ લાગશે

લંડન તા. ૨૭ : ઈરાનના બે પાર્કર માર્શલઆર્ટના એકસપર્ટ્સે ટેરેસની પાળીની કિનારી પર બેસીને કિસ કરતો ફોટો સોશ્યલ મીડિયા પર અપલોડ કર્યો હતો, જે વાઇરલ થતાં પોલીસે તેમની ધરપકડ કરી. હવે સવાલ એ થાય કે આ તસવીરમાં એવું તો શું હતું કે તેમની ધરપકડ કરવામાં આવી? શું તેમણે પોતાનો જીવ જોખમમાં મૂકયો હતો એટલે? ના. વાત સમજવા જેવી છે. અલીરેજા જપલાધી નામના લોકપ્રિય પાર્કર એથ્લિટે તેની સ્ટન્ટ-પાર્ટનરને ટેરેસની પાળી પર કિસ કરી એનો ફોટો વાઇરલ થયો હતો. એને કારણે પહેલાં અલીરેજાની અને પછી તેની પાર્ટનર બન્નેની ધરપકડ કરવામાં આવી હતી. તેમનો ગુનો એટલો હતો કે તેમણે સામાજિક નિયમોનું ઉલ્લંઘન કર્યું હતું. બન્ને એથ્લિટનું આ પગલું શરિયા કાયદાથી વિપરીત હોવાથી તેમની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસના નિવેદન મુજબ શરિયા કાનૂન મુજબ  સ્ત્રીઓ જાહેરમાં પોતાના ચહેરા કે હાથ-પગ સિવાયનું શરીર જાહેરમાં પ્રદર્શિત કરી શકતી નથી અને આ તસવીરમાં એ નિયમનું ઉલ્લંઘન કરનારું અશિષ્ટ વ્યવહાર હોવાને કારણે તેમની ધરપકડ તહેરાની સાઇબર પોલીસે કરી છે. જોકે તેમની ધરપકડ કરાયા બાદ લોકો અલીરેજાના સમર્થનમાં આગળ આવી સરકારને તેમને મુકત કરવાની અપીલ કરી રહ્યા છે.

(2:41 pm IST)